કોરોના કવચ પોલીસી : એક સુરક્ષા તમારા ખીસ્સા ની

આશરે ૪ દિવસ માં ૧૫ થી વધુ વીડિઓ ના અભ્યાસ બાદ અને આશરે ૮ થી વધુ કંપની ના વેબસાઈટ ના અભ્યાસ બાદ મારા અનુભવ ના આધારે આ બ્લોગમાં હું માહિતી આપી રહ્યો છું .

હું વાચક મિત્રો ને અનુરોધ કરીશ કે તેઓ પોતાના અંગત હિતેચ્છુ પાસેથી પણ આ વિષય સંબધી સલાહ લઇ લીધા બાદ પોતાનો નિર્ણય કરે.

હું આકાશ મહેતા,

આ બ્લોગ ને ખૂબ ચીવટ પૂર્વક લખી રહ્યો છું અને એક સામાજિક અને નૈતિક જવાબદારી ના અર્થે અહી માહિતી આપી રહ્યો છું .કોરોના સંબધિત તમામ માહિતી અને માર્ગદર્શન આપ પોતાના નજીક ના ડોક્ટર પાસેથી જ લેવી .તેમજ અહીં આપેલી કોઈ પણ આર્થિક સંબધિત નિર્ણય પણ પોતાના અંગત મિત્ર -સલાહકાર -ફાયનાન્સ એક્સપર્ટ પાસેથી જ સલાહ લઈને કરવો .હું આ બ્લોગ માં ફક્ત મારા પોતાના અનુભવ અને સમજણ ના આધારે જ માહિતી આપી રહ્યો છું .

તો મિત્રો ચાલો શરુ કરીએ આજ ના બ્લોગ ની સફર …

મારી પાસે પહેલે થી મેડીકલ પોલીસી છે તો શું મારે ફરીથી અલગ કોરોના કવચ પોલીસી લેવી જોઈએ ?

હા ચોક્કસ લેવી જોઈએ . ચાલો સમજીએ .

કારણ ૧ : સામાન્ય રીતે આપની પોલીસી માં ફક્ત હોસ્પિટલ માં દાખલ થયા બાદ નો ખર્ચો જ સામેલ હશે .(એક વાર પોલીસી માં ચેક કરી લો. ) અહી PPE કીટ , ગ્લોવ્ઝ ,માસ્ક , તેમજ હોમ ક્વોરેનટાઇન નો ખર્ચો સામેલ થતો નથી .જે આશરે ૫૦૦૦ -૮૦૦૦ સુધી આવી શકે છે .
એટલે કે જ્યાં એક સાંધો ત્યાં તેર તૂટે છે !

કારણ ૨: સામાન્ય રીતે તમે જો તમારી રેગ્યુલર પોલીસી નો કલેઈમ ના કરો તો તમને મોટા માર્જિન સાથે નો કલેઈમ બોનસ (NCB) મળે છે .જે તમને આગળ મોટો ફાયદો કરાવે છે . જ્યાં સોઈ થી કામ ચાલતું હોય ત્યાં તલવાર શું કામ નીકાળવી !

પોલીસી નો આશરે ખર્ચ કેટલો થશે ?

તે તમારી ઉમર અને બીજું કંપની ઉપર આધારિત છે .
ઉમર ૩૦ વર્ષ સુધી – આશરે ૧૪૦૦ -૨૦૦૦
ઉમર ૪૫ વર્ષ સુધી – આશરે ૩૫૦૦ -૫૦૦૦
ઉમર ૬૫ વર્ષ સુધી – આશરે ૫૦૦૦ -૯૦૦૦
ઉમર ૬૫ વર્ષથી ઉપર – જાણકારી નથી .

ટૂંક માં કહું તો તો રસોઈ માં ગોળ નાખો એટલું ગળ્યું થાય !

કોરોના કવચ પોલીસી શું છે ? શું ફાયદો છે ? શું કવર થશે ? શું કવર નઈ થાય ? શું ડોક્યુમેન્ટ જોઇશે ?

આ વિડીયો જુવો એમાં બધું જ સમજાઈ જશે .

લીંક ૧: https://www.youtube.com/watch?v=P91fXrrS2F0
લીંક ૨: https://www.youtube.com/watch?v=cN1g_Wd95zA
લીંક ૩: https://www.youtube.com/watch?v=um67GKDUics

યાર, ભાઈ આ વિડીયો જોવાનો ટાઇમ નથી તું જ ‘ઉપર -ઉપર ‘ થી કહી દેને .
કોરોના નો ૫ લાખ સુધી નો તમામ ખર્ચો નીકળી જશે . રીપોર્ટ , દવા , એમ્બ્યુલન્સ , PPE કીટ , ગ્લોવ્ઝ , માસ્ક , હોમ ક્વોરેનટાઇન લગભગ બધું જ … પોલીસી ઉતર્યા ના ૧૫ દિવસ પછી જ તમે ક્લેમ કરી શકશો .

હવે મુદ્દાની વાત પોલીસી ક્યાં થી કરાવું ? કેટલાની કરાવું ? શું ધ્યાન રાખું ?

લગભગ બધી જ કંપની ની પોલીસી ટર્મ્સ એક સરખી જ છે .તેમ છતાં પોલીસી લેતા પેહલા આટલી વાત નું ખાસ ધ્યાન રાખવું .
૧. વેઈટિંગ પીરીયડ ૧૫ દિવસ હોવો જોઈએ .૩૦ દિવસ ના હોવો જોઈએ .
૨.પેહલા કોઈ મોટી બીમારી હોય (ડાયાબીટીસ ,ડાયાલીસીસ , બ્લડ પ્રેશર વગેરે ) કંપની માં ખાસ ફોન કરીને તમામ માહિતી પૂછી લેવી .
૩.એક સાથે ઘરના ઘણા સભ્ય નું વીમા કવચ લેતા હોવ તો પ્રીમીયમ માં કોઈ ડિસ્કાઉન્ટ મળે છે કે નહી તેની માહિતી જોઈ લેવી .
૪. પોલીસી નીચે મુજબ ઉતારવી (રકમ વધુ પણ કરી શકાય છે .)
૪૦ વર્ષ થી નીચે માટે — ૩.૫૦ લાખ સુધી
૪૦ વર્ષ થી ઉપર માટે — ૫.૦૦ લાખ સુધી

ખાસ નોંધ: ૦.૫% ઓન કેશ હેન્ડ પણ લઇ લેવું . (થોડુક જ પ્રીમીયમ વધશે . )
જો તમે કોરોના વોરિયર તરીકે કોઈ સેવા આપી હોય તો તમને અલગ થી ડિસ્કાઉન્ટ પણ મળશે .

હું અહી મારું પ્રીમીયમ આપની જાણ માટે મૂકી રહ્યો છું .મેં બજાજ એલીઆન્ઝ માં થી પોલીસી કરાવેલી છે . અન્ય કંપની ની પોલીસી પ્રીમીયમ ની જાણકારી પણ નીચે આપેલી છે.

[૧] Bajaj Allianz General Insurance Company: Corona Kavach Policy
https://www.bajajallianz.com/health-insurance-plans/corona-kavach-policy.html

Note: Rate available.
28 year, 5 lakh + Cash add on, 9.5 Months = Rs.1403 (With GST)

[૨] Corona Kavach Policy, ICICI Lombard
https://www.icicilombard.com/health-insurance/corona-kavach-insurance-policy
Note: Rate available.
28 year, 5 lakh + Cash add on, 9.5 Months = 2624 (Without GST)

[૩] Corona Kavach Policy-Oriental Insurance
https://orientalinsurance.org.in/corona-kavach-policy-oriental
Note: No rate available.

[૪] Corona Kavach Policy, Reliance General​
https://www.reliancegeneral.co.in/Insurance/Health-Insurance/Corona-Kavach-Insurance.aspx
Note: No rate available

[૫] Tata AIG General Insurance Company Limited
https://www.tataaig.com/health-insurance/corona-kavach
Note: No rate available

[૬] National Insurance Company Limited: Rate Card with GST
Note: Rate available
28 year, 5 lakh + Cash add on, 9.5 Months = Rs.3086 (Without GST)
https://nationalinsurance.nic.co.in/sites/default/files/Corona%20Kavach%20-%20Rate%20Chart%20with%20GST.pdf
Website: https://nationalinsurance.nic.co.in/en/health-insurance/corona-kavach-policy-national

[૭] Corona Kavach Policy Max Bupa Health Insurance
https://www.maxbupa.com/individual-health-insurance-plans/corona-kavach-individual.html
Note: Rate available
28 year, 5 lakh + Cash add on, 9.5 Months = Rs.1540 (Without GST)

[૮ ] Corona Kavach Policy – HDFC ERGO
https://www.hdfcergo.com/health-insurance/corona-kavach-policy
28 year, 5 lakh + Cash add on, 9.5 Months = Rs.1723 (With GST)

પોલીસી લઇ લીધા બાદ આટલી PDF જે તે કંપની ની સાઈટ ઉપર થી ડાઉનલોડ કરી લેવી. (જો સાઈટ ઉપર થી મળતી હોય ડાઉનલોડ કરી લેવી.)

1. Policy Wordings
2. List of hospitals for Corona
3. List of the blacklisted hospital by company
4. Hospitals not Eligible for Cashless and Reimbursement
5. Insurance claim process/ steps
6. Company Mobile app
7. Company customer care number and email ID for the claim process


બજાજ ની પોલસી વિષે વધુ માહિતી નીચે આપેલી છે . તમે અન્ય કંપની માટે ના આ રીતે ના ડોક્યુમેન્ટ શોધી ને ડાઉનલોડ કરી લેશો. જેથી જરૂર પડે તરત જ હાથવગી હોય .

કારણ કે પાણી પેહલા પાળ બાંધી દેવી સારી !

List of hospitals for Corona https://www.bajajallianz.com/locatorbranch.html

List of the blacklisted hospital by Bajaj https://www.bajajallianz.com/download-documents/health-insurance/blacklisted-hospital-list.pdf

Hospitals not Eligible for Cashless and Reimbursement
https://webservicesdev.bajajallianz.com/BagicNxt/hm/getBlacklistHosp.do

Health Network Hospital
https://webservicesdev.bajajallianz.com/BagicNxt/hm/hmSearchExternalHosp.do

Health Claim process
https://www.bajajallianz.com/health-insurance-plans/health-insurance-claim-process.html

Find a General Insurance Branch
https://www.bajajallianz.com/download-documents/Bajaj-Allianz-General-Insurance-Company-Branch-Offices-List.pdf

Corona Policy BOX share folder
https://app.box.com/s/sjk9j73tymwqwxdvv9ja4glssp2pjknu

Bajaj Helpline
Whatsapp Service Chat option: +91 75072 45858
Toll-Free Number: 1800-209-5858
Email: bagichelp@bajajallianz.co.in

Rise the Complain

In case the hospital observes that any of the Bajaj Allianz employee or agents or third party is asking for processing fees, we request you to bring it to immediate notice of Bajaj Allianz general insurance company by mailing the complaint to hat.networks@bajajallianz.co.in

આશા રાખું છું કે આ બ્લોગ તમને કોરોના પોલીસી વિશે ના સામાન્ય પ્રશ્નો ના જવાબ આપવામાં મદદરૂપ થયો હશે.જો બ્લોગ માં કોઈ ક્ષતિ જણાય તો મને તમે જણાવી શકો છો .જેથી હું તુરંત જ તેમાં સુધારો કરી શકું .

આપના સૂચનો અમને કમેન્ટ દ્વારા અથવા ઈમેલ દ્વારા મોકલી શકો છો.

Email help : help@electrotutor.com (Free Service – 48 કલાક માં જવાબ મળશે)

WhatsApp help : Click here (Free Service- 24 કલાક માં જવાબ મળશે )

Call help: click here (Paid Service – 30 મીનીટમાં જવાબ મળશે )

To follow Aakash Sir on WhatsApp, Instagram, Facebook, Twitter, Linkedin, Justdial, Sulekha, Google Bussiness etc. [Click here]

આકાશ સર,
Electro Tutor,
Raopura, Vadodara.

Leave a Reply

Your email address will not be published.